Error: Server configuration issue
અરવલ્લી જિલ્લાના લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે.જેમાં આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચારેબાજુ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે.આ ઘટનામાં 4 મજૂરોનું દાઝી જવાથી મોત થયુ છે.તેમજ 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.જેમાં આગને કારણે હિંમતનગર-મોડાસા રોડ બંધ કરવામાં આવ્યો હતો.આમ આગની ઘટનાથી માલસામાનને ભારે નુકસાન થયુ છે.જેમાં પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને આગની ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે અવ્યવસ્થા સર્જાતા લોકોના ટોળાને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ગાંધીનગર અને હિંમતનગરથી ફાયર વિભાગની ગાડીઓ બોલાવાઈ હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved