લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમાં પાકિસ્તાનના આર્મી ચીફ ચીનની મુલાકાતે જશે

વર્તમાનમા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર ફરીએકવાર ચીન પહોંચી ગયા છે.જેઓ આગામી ત્રણ દિવસ ચીનમાં રોકાવાના છે.જેમા ચીન સાથે પાકિસ્તાનના સૈન્ય સહયોગ પર પહેલા દિવસે ચર્ચા થઈ છે.ત્યારે ચીનમાં તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ છે આ સિવાય ચીન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ છે.પાકિસ્તાનના નવા આર્મી ચીફ મુનિરનો આ પ્રથમ ચીન પ્રવાસ છે.જનરલ મુનિરે ચીન પહોંચીને ચીનની સેનાના કમાન્ડર સાથે મુલાકાત કરી હતી અને તેમાં બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગમાં વધારો કરવાનો એજન્ડા સામેલ કર્યો હતો.જેમાં જનરલ મુનિરે ચીનની આર્મીની ઓપરેશનલ ક્ષમતાઓ તેમજ સૈનિકોને અપાતી ટ્રેનિંગની પણ જાણકારી લીધી હતી.