વડાપ્રધાન વર્તમાનમાં રાજસ્થાનની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા.જયાં તેઓનું ઉદયપુર વિમાનમથકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ રાજયપાલ સહિતના અગ્રણીઓએ સ્વાગત કર્યુ હતુ.ત્યારબાદ તેઓ નાથદ્વારા ખાતે શ્રીનાથજીબાવાના દર્શન માટે પહોંચેલા મોદીએ રાજસબંધમાં મીની રોડ-શો કર્યો હતોઆ સિવાય તેઓએ મંદિર પરીસરમાં વિવિધ કક્ષની મુલાકાત લીધી હતી તથા મંદિરના મુખ્ય પુજારી સહિતના લોકો સાથે ગોર્વધન ભગવાનનું બાલસ્વરૂપ સમાન મંદિરમાં મોદીએ માથુ ટેકવ્યું હતું.શ્રી નાથજી ટેમ્પલમાં મોદીનું પરંપરાગત સ્વાગત કરાયું હતું તથા તેમને ખાસ પઘડી પહેરાવાઇ હતી તથા શાલ અર્પણ કરવામાં આવી હતી. આ સિવાય મોદી રાજસ્થાનમાં રૂા.5500 કરોડના વિવિધ વિકાસ યોજનાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.મોદીએ શિરોહી ખાતે આબુ રોડ પર વિશાળ જનસભાને સંબોધીત કરી હતી અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુન:નિર્માણ માટે આધારશીલા પણ રાખશે.જયારે આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીઝ શાંતિવન પરીસરને નિહાળશે અને સુપર સ્પેશ્યાલીટી ચેરીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે તેમજ રાજસ્થાનમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગનો પણ શિલાન્યાસ કરશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved