લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમાં આર.બી.આઈના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો

વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે.ત્યારે નાણાંકીય વર્ષ 2020ના અંતે દેશના ફોરેકસ રિઝર્વમાં સોનાનો હિસ્સો 6 ટકા હતો તે ગયા નાણાંકીય વર્ષના અંતે વધીને 7.85 ટકા રહ્યુ છે.વર્તમાન વર્ષના ફેબુ્આરીના અંતે રિઝર્વ બેન્ક પાસે 790.20 ટન સોનું હતુ,જે વૈશ્વિક ગોલ્ડ રિઝર્વના 8 ટકા જેટલું રહ્યું હતું.જેમાં નાણાંકીય વર્ષ 2020ના અંતે રિઝર્વ ગોલ્ડનું મૂલ્ય જે રૂ.2.09 લાખ કરોડ હતું તે ગયા નાણાંકીય વર્ષના અંતે રૂ.3.75 લાખ કરોડ રહ્યું હતું.આ સિવાય માર્ચના અંતે દેશના ફોરેકસ રિઝર્વનો આંક 578.78 અબજ ડોલર રહ્યું હતું.આમ 2022માં વિવિધ કેન્દ્રીય બેન્કોએ તેમના ગોલ્ડ રિઝર્વમાં 1136 ટન્સ સોનાનો ઉમેરો કર્યો હતો,જેનું મૂલ્ય અંદાજે રૂ.70 અબજ ડોલર જેટલું થવા જતું હતું.