પૂર્વી રશિયાના કામચાટકા દ્વીપકલ્પમા શિવલુચ જ્વાળામુખીના વિસ્ફોટથી આકાશમા જ્વાળાઓ ઉછળી રહી છે.જેના કારણે સમગ્ર આકાશ લાલ દેખાઈ રહ્યું છે.આ સાથે રાખનો ઢગલો 10 કિમીની ઉંચાઈ સુધી ફેલાયો છે.જેમા આકાશમાં રાખના કારણે હવાઈ વાહનવ્યવહાર સામે ખતરો ઉભો થયો છે.જેના કારણે રશિયામા એરલાઇન સેવા ઠપ થઈ શકે છે.આમ આકાશમાં 15 કિલોમીટરની ઊંચાઈએ રાખનો વિસ્ફોટ ગમે ત્યારે થઈ શકે છે.જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના સંચાલન પર ખરાબ અસર પડી શકે છે.જ્વાળામુખી ફાટ્યા બાદ રાખના વાદળો ક્લ્યુચી અને કોઝીરેવસ્કમાં ફેલાઈ ગયા છે.આ બંને ગામો વિસ્ફોટ સ્થળથી 70 કિમીથી વધુ દૂર આવેલા છે.શિવલુચ એ રશિયાના સૌથી મોટા અને સૌથી સક્રિય જ્વાળામુખી પૈકીનું એક છે,જેમાં છેલ્લા 10,000 વર્ષોમાં અંદાજિત 60 વિસ્ફોટ થયા છે જેનો છેલ્લો મોટો વિસ્ફોટ વર્ષ 2007માં થયો હતો.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved