લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમાં સેન્સેકસ 60,000ની સપાટીને વટાવી ગયો

મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જો વ મળ્યો હતો.જેમા સેન્સેકસ 315 પોઈન્ટના ઉછાળા સાથે 60,000ની સપાટીને કુદાવી ગયો હતો.જેમા હેવીવેઈટ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.જેમા અમેરિકા-યુરોપમાં અર્થતંત્રની નબળાઈ અને સ્લોડાઉનની સ્થિતિ વચ્ચે વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરોએ ભારતમાં ખરીદી શરૂ કર્યાના સંકેતોની હકારાત્મક અસર રહી હતી.શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઈટ શેરો ઉંચકાયા હતા.જેમા અલ્ટ્રાટેક સિમેન્ટ,ભારતી એરટેલ,આઈસીઆઈસીઆઈ બેંક,કોટક બેંક, પાવરગ્રીડ,રિલાયન્સ,સ્ટેટ બેંક,જેએસડબલ્યુ સ્ટીલ,બજાજ ઓટો,આઈશર મોટર્સ સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે એશિયન પેઈન્ટસ,એચસીએલ ટેકનો,ઈન્ફોસીસ,લાર્સન, ટેલ્કો,ટીવીએસ,વીપ્રો સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.