શેરબજારમાં નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે તેજી જોવા મળી હતી.જેમાં હેવીવેઈટથી માંડીને રોકડાના તમામ શેરોમાં સેન્સેકસમાં 1000 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.જેમાં પાવરગ્રીડ,સ્ટેટ બેંકો,ટેલ્કો,ટીસ્કો,ટીસીએસ,અલ્ટ્રાટેક સિમેન્ટ,એકસીસ બેંક,ભારતી એરટેલ, એચડી એફસી બેંક,આઈસીઆઈસીઆઈ બેંક,ઈન્ફોસીસ,કોટક બેંક,લાર્સન,નેસલે સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે બીજીતરફ એશિયન પેઈ ન્ટસ,એપોલો હોસ્પીટલ,સન ફાર્મા,વેદાંતા જેવા કેટલાંક શેરો દબાયા હતા.આમ મુંબઈ શેરબજારનો સેન્સેકસ 1006 પોઈન્ટના ઉછાળાથી 58,966 રહ્યો હતો.જે ઉંચામાં 58,980 અને નીચામાં 58,273 રહ્યો હતો.આ સિવાય નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 281 પોઈન્ટના ઉછાળાથી 17,362 રહ્યો હતો,જે ઉંચામાં 17,365 જ્યારે નીચામાં 17,204 રહ્યો હતો.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved