અમેરિકામાં ફુગાવાના જાહેરાત બાદ મોડી સાંજે કિંમતી ધાતુ તેમજ ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવ્યો હતો.ત્યારે આ દરમિયાન ઘરઆંગણે સોના-ચાંદીમાં ઉછાળો આવ્યો હતો.જેમાં ચાંદીએ રૂ.75,000ની સપાટી કુદાવી હતી.આ સિવાય મુંબઈ બજારમાં 99.90 દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ વધી રૂ.60,613 રહ્યા હતા,જ્યારે 99.50 દસ ગ્રામના ભાવ રૂ.60,370 મુકાતા હતા. જેમાં જીએસટી સાથે ભાવ 3 ટકા ઊંચા રહ્યા હતા.જ્યારે ચાંદી 999 એક કિલોના જીએસટી વગરના ભાવ ઉપરમાં રૂ.75,365 થઈ હતી જે છેવટે રૂ.74,490 આવી બંધ થઈ હતી.આ સિવાય અમદાવાદ બજારમાં સોનુ 99.90 દસ ગ્રામના રૂ.62,600,જ્યારે 99.50ના રૂ.62,400 થયા હતા.જ્યારે ચાંદી 999 એક કિલોના રૂ.1000 વધી રૂ. 75,500 થયા હતા.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved