લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સાઉથ ફિલ્મના અભિનેતા અને દિગ્દર્શક મનોબાલાનું નિધન થયુ

તમિલ વેટરન અભિનેતા અને ડાયરેક્ટર મનોબાલાનું 69 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થઈ ગયુ છે.જેઓ છેલ્લા બે અઠવાડિયાથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલી રહી હતી.ત્યારે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નઈના સાલિગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ સ્થિત તેમના નિવાસે રાખવામા આવશે.જેમના પરિવારમાં તેમની પત્ની ઉષા અને દીકરો હરીશ છે.આમ તેમના નિધનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે.જેઓએ 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 450થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.મનોબાલાએ 1979માં ભારતીયરાજાની પુથિયા વરપુગલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમણે ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ ભજવ્યા હતા.