લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ટી.એમ.સી પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો છીનવાયો

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધા બાદ મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટી.એમ.સીએ ચૂંટણીપંચના નિર્ણયને કોર્ટમાં પડકારવાનો વિચાર કર્યો છે.આમ વર્તમાનમાં ચૂંટણી પંચે તૃણમુલ કોંગ્રેસ,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે.મમતા બેનર્જીએ 1 જાન્યુઆરી 1998ના રોજ કોંગ્રેસથી અલગ થઈને ટીએમસીની રચના કરી હતી.2001 અને 2006માં અસફળ પ્રયાસો બાદ ટીએમસીએ 2011માં ડાબેરી મોરચાને હરાવીને પશ્ચિમ બંગાળમાં ફરીથી સત્તા મેળવી હતી.