લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ટ્યુનિશિયાના દરિયાકાંઠે આફ્રિકન શરણાર્થીઓની બોટ ડૂબી

ટ્યુનિશિયાના દક્ષિણ-પૂર્વ કિનારે એક બોટ પલટી જવાથી 19 લોકોના મોત થયા છે.ત્યારે સબ-સહારન દેશોમાંથી 38 પ્રવાસીઓને લઈને બોટ ટ્યુનિશિયાના સ્ફેક્સ પ્રાંતમાંથી યુરોપિયન દરિયાકાંઠે જવા રવાના થઈ હતી.જેમાં ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.જેમાં ટ્યુનિશિયાના કોસ્ટ ગાર્ડે છેલ્લા 48 કલાકમાં ઈટાલી તરફ જતી 56 બોટોને અટકાવી દીધી છે.આ વર્ષે ઇટાલી પહોંચેલા ઓછામાં ઓછા 12 હજાર લોકોએ ટ્યુનિશિયા છોડ્યું હતું.ત્યારે આ ગયા વર્ષના આ સમયગાળામાં 1,300 લોકોએ ટ્યુનિશિયા છોડ્યું હતું.