લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કીવમાં ઈફતાર પાર્ટી યોજી

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ મુસ્લિમોને રીઝવવા માટે પ્રયાસ કર્યો છે.જેમા રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી જેલેન્સ્કીએ યુક્રેનની રાજધાની કીવમા ઈફતાર પાર્ટી આપી હતી.જેમાં સંખ્યાબંધ મુસ્લિમ નેતાઓ તેમજ પ્રતિનિધિઓ સામેલ થયા હતા.આ ઈફતાર પાર્ટી દરમિયાન જેલેન્સ્કીએ પ્રતિજ્ઞા પણ લીધી હતી.જેમા તેઓએ કહ્યુ હતુ કે ક્રિમિયા ટાપુ પર રશિયાએ કબ્જો જમાવ્યો છે અને રશિયા પાસેથી આ ટાપુ હું પાછો લઈને જ રહીશ.આ પાર્ટીમાં ઘણા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.આમ ક્રિમિયા ટાપુનો રશિયામા વિલય કરવા માટે રશિયાએ જનમત સંગ્રહ કરાવ્યો હતો.ત્યારે અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોએ રશિયાના નિર્ણયને વખોડી કાઢ્યો હતો.