લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુ.એસમાં આર્મીના બે બ્લેક હોક હેલીકોપ્ટર્સ ક્રેશ થયા

વર્તમાનમા અમેરિકાના બે અત્યાધુનિક બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા છે.આ હેલિકોપ્ટર કેન્ટુકીમાં ઉડાન ભરી રહ્યા હતા તે દરમિયાન અથડામણને કારણે તેમાં આગ લાગી હતી.ત્યારે આ અકસ્માતમા 9 લોકોના મોત થયા છે.બ્લેક હોક એક ફ્રન્ટલાઈન યુટિલિટી હેલિકોપ્ટર છે જેને અમેરિકાએ વિયેતનામ યુદ્ધ દરમિયાન સબક શીખ્યા બાદ તૈયાર કર્યું હતું.જેમાં સ્પેશિયલ ફોર્સ આવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.આ હેલિકોપ્ટરને ખાસ મિશન હાથ ધરવા માટે અસરકારક માનવામાં આવે છે કારણ કે તેમની ઝડપ વધુ છે અને તેમાં વધુ તકનીકી બાબતો છે.બ્લેક હોક 1,381 માઈલ સુધીની રેન્જ ધરાવે છે.જેમાં એકવાર ફ્યૂલ લોડ કર્યા બાદ તેઓ સેંકડો કિમી સુધી ઉડી શકે છે.આ સિવાય તેમની લિફ્ટ ક્ષમતા પણ સારી હોવાનું કહેવાય છે.