લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાએ સંરક્ષણ બજેટમાં 40 ટકાનો વધારો કર્યો

અમેરિકાએ ચીનના પડકારનો સામનો કરવા માટે સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે.ત્યારે આ અંગે અમેરિકી રક્ષામંત્રીએ જણાવ્યુ છે કે ચીનના પડકાર સામે આગામી નાણાકિય વર્ષ 2024ના બજેટમાં સંરક્ષણ પરના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.આ માટે અમેરિકાએ પોતાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રમાં ખર્ચ કરવા માટે 842 અબજ ડોલર ફાળવ્યા છે.જેમા હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સૈન્ય તાકાત વધારવા અને અમેરિકાના સહયોગી દેશો સાથે દાવપેચ કરવા પર પણ ધ્યાન આપવામાં આવશે.આ સેક્ટર માટે અમેરિકાએ રક્ષા બજેટમાં 40 ટકાનો વધારો કર્યો અને 9.1 બિલિયન ડોલર નક્કી કર્યા છે.આ સિવાય યુ.એસ નેવી માટે 9 યુદ્ધ જહાજોના નિર્માણમાં 48 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવશે અને ફિલિપાઇન્સ સાથે સહકાર વધારવામાં આવશે.