અમેરિકામાં સેવા કે અભ્યાસ માટે જતા લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે.જેમાં અમેરીકી વિદેશ વિભાગે વિઝા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં કેટલાંક નોન-ઈમીગ્રન્ટ વિઝાની ફીમાં વધારો કરાતા ભારતીય પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ પર બોજ વધવાની શકયતા જોવા મળી રહી છે.જે નોન ઈમીગ્રન્ટ વિઝાનો ફી વધારો આગામી 30 મીમેથી લાગુ કરવામાં આવશે.જેમા વિઝીટર ટુરીસ્ટ સ્ટુડન્ટ તથા એકસચેંજ વિઝીટર વિઝા પણ મોંઘા કરવામાં આવ્યા છે.જેમાં વિઝા માટેની અરજી સમયની ફીમાં પણ અલગ-અલગ રીતે વધારો કરવામાં આવ્યો છે.જેમાં વ્યવસાય અથવા પ્રવાસી વિઝા તથા એનઆઈવી જેવા વિદ્યાર્થી વિઝાની ફીમાં રૂા.2000નો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે વિઝા ફી રૂ.13,000 થી 15,000 કરવામાં આવી છે.આ સિવાય ગેરપ્રવાસી વિઝા પરની ફી રૂા.15,557 થી વધારીને રૂા.16,785 કરવામાં આવી છે.જેમાં વર્ક વિઝા ઉપરાંત કલાકારો,સ્પોર્ટસમેન ધાર્મિક,સમુદાય સહીત તમામે તમામ શ્રેણીનાં પ્રવાસીઓ માટેની વિઝા ફી મોંઘી કરવામાં આવી છે.ત્યારે આવા સંજોગોમાં અભ્યાસ માટે થતા વિદ્યાર્થીઓથી માંડીને પ્રયાસ કે સામાજીક ધાર્મિક કાર્ય માટે અમેરિકા જવાનું મોંઘુ પડશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved