ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી દેશ ખાદ્યસુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાનિક પુરવઠા સાથે આરામદાયક અનુભવે નહીં. જેમા કમોસમી વરસાદને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થઈ નથી વરસાદ બાદ પણ આ વર્ષે ઘઉંનું કુલ ઉત્પાદન 112 મિલિયન ટન રેકોર્ડ રહેશે.જેમા જ્યાં સુધી સરકાર સામાન્ય માણસની ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત છે ત્યાં સુધી ઘઉંની નિકાસને મંજૂરી આપવામાં આવશે નહી.આમ વિશ્વના બીજા સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે મે 2022માં વધતા સ્થાનિક ભાવને નિયંત્રણમાં લેવાના પગલાંના ભાગરૂપે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.મધ્યપ્રદેશમાં લઘુત્તમ ટેકાના ભાવ પર લગભગ 10,727 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.આમ આ વર્ષે ઘઉંનુ ઊંચું ઉત્પાદન અપેક્ષિત છે.ત્યારે કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ સરકારે 2023-24 પાક વર્ષમા ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 112.18 મિલિયન ટનનો અંદાજ મૂક્યો છે.વરસાદની સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.આ વર્ષે ઓછા સમયગાળાના પાકની લણણીને કારણે આવક ખૂબ જ વધારે હતી. દેશભરમાં ખરીદ કેન્દ્રો ખુલ્લા રહેશે.ત્યારે પંજાબ અને હરિયાણામાં આગામી 1 એપ્રિલથી ખરીદી શરૂ થશે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved