લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યમનની રાજધાનીમાં એક કાર્યક્રમમાં નાસભાગ મચવા પામી

યમનની રાજધાની સનામાં નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી જવા પામી હતી.જેમા 80થી વધુ લોકોના મોત થયા છે,જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.આમ સનાની મધ્યમાં આવેલા ઓલ્ડ સિટીમાં સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી.જેમાં ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેમાં ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમા સશસ્ત્ર હૌથીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ઇલેક્ટ્રિક વાયરને અથડાતા વિસ્ફોટ થયો હતો.તેનાથી ગભરાટ ફેલાયો અને લોકોએ નાસભાગ કરવાનું શરૂ કર્યું હતું.