દમણના ડાભેલ ખાતે આવેલી કંપનીમાં આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.દમણના ડાભેલ ખાતે આવેલી રાવલવસિયા યાન ડાઇંગ પ્રા.લિ. નામક કંપનીમા મધરાતે આગ સળગી ઉઠી હતી.યાનના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી જેના કારણે આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા.જેમાં આગની જ્વાળાઓ આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.જેમાં આગને પગલે દમણ,સેલવાસ,વાપી સહિતના વિસ્તારના ફાયર ફાઇટરના બંબા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved