બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું.ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં 2 ઇંચ થયો છે.જ્યારે અન્ય છ તાલુકાઓમાં ઓછાવત્તા પ્રમાણમા વરસાદ થયો હતો.જેમાં સૌથી વધુ વરસાદ દાંતામાં 53 એમ.એમ જ્યારે સૌથી ઓછો વરસાદ ધાનેરામાં 3 એમ.એમ નોંધાયો હતો.આ સિવાય પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.જેમાં ચાણસ્મામાં દિવસ દરમ્યાન ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જ્યારે બાળકોએ વરસાદમાં પલળવાની મજા માણી હતી. જેમાં પાટણમાં 22 મી.મી,સરસ્વતીમાં 27 મી.મી,શંખેશ્વરમાં 6 મી.મી. અને ચાણસ્મા 6 મી.મી વરસાદ નોંધાયો હતો.આમ પાટણ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ સપ્લાય ઠપ્પ થઇ જવા પામ્યો હતો.જેના કારણે આ વિસ્તારના લોકોમાં વિધુત બોર્ડની પ્રિમોન્સુન પ્લાનિંગની કામગીરી પોકળ સાબિત થઇ હોવાનું સાંભળવા મળ્યું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved