લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ડી.એ.પી ખાતરની બેગ હવે રૂ.1200માં મળશે,કેન્દ્રએ સબસિડી રૂ.1200 કરી

કેન્દ્ર સરકારે ડી.એ.પી ફર્ટિલાઈઝર પર સબસિડી 140% વધારી છે ત્યારે ખેડૂતોને એક બેગદીઠ પર રૂ.500ને બદલે 1200 સબસિડી મળશે. એનાથી ખેડૂતોએ ખાતરની બેગ માટે રૂ.1200માં મળશે.આમ વડાપ્રધાનના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ કેન્દ્ર સરકાર સબસિડી પર રૂ.14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.આમ અક્ષય તૃતીયાના દિવસે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂ.20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયનિક ખાતરની સબસિડી પર આશરે રૂ.80,000 કરોડ ખર્ચ કરે છે.