લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ડિસેમ્બર માસમાં દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં ઘટાડો નોધાયો

દરેક પ્રકારના વાહનોના રજિસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા ઘટી 15,58,756 વાહનો રહ્યું હતું. જ્યારે ટુ વ્હીલર્સના રજિસ્ટ્રેશનમાં 19.86 ટકાનો સૌથી વધુ ઘટાડો રહ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના નિવેદનમાં જણાવાયું હતું.વર્ષ 2019ના ડિસેમ્બરની સરખામણીએ વર્ષ 2021ના ડિસેમ્બરમાં વાહનોના રિટેલ વેચાણમાં 6.30 ટકા ઘટાડો નોંધાયો છે.સ્ટોક ક્લિઅર કરવા ઓટો ઉત્પાદકો સામાન્ય રીતે ઊંચા ડીસ્કાઉન્ટસ જાહેર કરતા હોવાથી ડિસેમ્બરમાં વેચાણ આંક લગભગ ઊંચા રહેતા હોય છે.પરંતુ વર્ષ 2021માં સ્થિતિ અલગ રહી હતી અને વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.