લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ડીસામાં ચાલુ બાઈકમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ

ડીસામાં મોડીસાંજે ભરબજાર વચ્ચે ચાલુ બાઈકમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સર્જાઇ હતી.જેમાં ચાલકે સમય સૂચકતા વાપરતા જાનહાની ટળી જવા પામી હતી,જ્યારે બાઈક બળીને ખાખ થઈ ગયું હતું.જેમાં ડીસાના લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા જુના શાક માર્કેટમાં અચાનક ચાલુ બાઈકમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.આમ ભીડભાડવાળી જગ્યામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.બાઈકમાં આગ લાગી હોવાની જાણ થતા આસપાસના વેપારીઓ તેમજ લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો લગાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.