લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સંરક્ષણ ઉત્પાદનનુ મૂલ્ય વર્ષ 2022-23માં રૂ.1 લાખ કરોડને પાર થયુ

નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ ઉત્પાદનનુ મૂલ્ય પ્રથમવાર વધીને રૂ.1 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે.આ સિવાય નાણા કીય વર્ષ 2021-22માં દેશમાં સંરક્ષણ ઉત્પાદનોનું મૂલ્ય રૂ.95,૦૦૦ કરોડ હતુ.આમ છેલ્લા કેટલાક વર્ષોમા સરકારે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ ને વેગ આપવા માટે અનેક પગલાં લીધા છે.ત્યારે સંરક્ષણ મંત્રાલયના સતત પ્રયત્નોને પગલે નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ ઉત્પ નોનું મૂલ્ય પ્રથમવાર વધીને રૂ.1 લાખ કરોડના આંકડાને પાર થઇ ગયું છે.આમ વર્તમાન તબક્કે સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય રૂ.1,06, 800 કરોડ છે ત્યારે બાકી રહેલા ખાનગી સંરક્ષણ ઉદ્યોગોના આંકડા આવ્યા પછી આ આંકડામાં વધારો થશે.આમ નાણાકીય વર્ષ 2021-22 ની સરખામણીમા 2022-23માં સંરક્ષણ ઉત્પાદનમા 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.આમ છેલ્લા સાત થી આઠ વર્ષમા ઉદ્યોગોને સંરક્ષ ણ લાયસન્સ આપવાની સંખ્યામાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે.