દિલ્હી એઈમ્સના ડોક્ટરોએ વર્તમાનમાં 4 વર્ષના બાળકનુ સફળ ઓપરેશન કર્યું છે.જેમા 4 વર્ષના બાળકના ગળામાં ફસાયેલી સીટીને ઓપરેશન કરીને ડોક્ટરો દ્વારા બહાર કાઢી,જે બાદ બાળક સુરક્ષિત છે.જેમાં હરિયાણાના નૂહમાં રહેતા બાળકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો જે રમતી વખતે સીટી ગળી ગયો હતો જે બાદ સીટી તેના ગળામાં ફસાઈ ગઈ અને જ્યારે બાળક જોરથી શ્વાસ લેતો ત્યારે સીટીનો અવાજ આવતો.ત્યારે બાળકના માતા-પિતા તેને લઈને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેનું ઓપરેશન કરીને ગળામાં ફસાયેલી સીટીને બહાર કાઢવામાં આવી.ત્યારે ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ મોટી સમજદારી સાથે ગળાની અંદર પહેલા એક કેમેરા નાખ્યો અને તે બાદ લાઈટની સાથે કમેન્ટ નાખ્યુ,જેનાથી ગળાની અંદર ફસાયેલી સીટીને ખેંચવામાં આવી શકે.આ સાથે જ ગળાની અંદર બરાબર બાળકને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી.જેમા એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ગળામાં ફસાયેલી સીટીને બહાર કાઢવામાં આવી.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved