દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એલ.એન.જે.પી હોસ્પિટલમાં દાખલ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મળવા માટે ગયા હતા.સીએમ કેજરીવાલની તેમના પૂર્વ કેબિનેટ સહયોગી જૈન સાથે મુલાકાત લગભગ એક વર્ષ પછી થઇ છે.આ મુલાકાત દરમિયાન તેમણે સત્યેન્દ્ર જૈનના હાલચાલ જાણી તેમને ગળે પણ લગાડ્યા હતા.આમ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ એક વર્ષ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેલા પૂર્વ મંત્રી જૈનને તાજેતરમાં 6 અઠવાડિયા માટે જામીન મળ્યા છે.આમ જૈનને વીર અને બહાદુર માણસ તરીકે વર્ણવવામાં આવ્યા છે.સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા,ત્યારબાદ તેમને હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.આ પહેલા તેમને ડીડીયુ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.ત્યારબાદ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved