લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના માતા-પિતાએ કોરોના વેક્સિન લીધી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવાર સવારે કોરોના વેક્સિન લીધી હતી.જેમાં અરવિંદ કેજરીવાલ સાથે તેમના માતા-પિતાએ પણ કોરોનાની રસી લીધી હતી.આમ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને સીરમ ઇન્સ્ટીટ્યૂટની વેક્સિન કોવિશિલ્ડ આપવામાં આવી હતી. જેમાં કેજરીવાલના માતા-પિતાની ઉંમર ૬૦ વર્ષથી ઉપર હોવાથી તેમને પર રસી અપાઇ હતી.આમ દેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત પ્રથમ માર્ચથી થઇ હતી.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સિન લીધા બાદ રાજનેતાઓ પણ કોરોના વેક્સિન લઇ રહ્યાં છે. ત્યારે બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોનાની વેક્સિન લીધી હતી.ત્યારે અત્યારસુધી ઘણા કેન્દ્રીયમંત્રી અને સાંસદ રસી લઇ ચૂક્યાં છે.

પ્રથમ માર્ચથી શરૂ થયેલા રસીકરણના બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામાં આવી રહી છે.આ સાથે ૪૫ વર્ષથી વધુની વયના લોકો જે ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યાં છે તેવા લોકોને આ તબક્કામાં રસી અપાઇ રહી છે.આમ બીજા તબક્કાનું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.