લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં મે મહિનામાં છેલ્લા 40 વર્ષનું સૌથી નીચુ તાપમાન જોવા મળ્યુ

દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો નીચો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયાનુ હવામાન વિભાગે કહ્યું હતુ ત્યારે પાટનગર દિલ્હીમાં મે મહિના દરમિયાન છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યુ હતું અને મે માસમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાઈ હતી.દિલ્હી-એનસીઆરમાં તાપમાન 15.8 ડિગ્રી જોવા મળ્યું હતું.આ અગાઉ 2 મે 1982ના રોજ તાપમાન 15.2 ડિગ્રી રહ્યું હતું.જેમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત થયું હતુ.આમ હવામાન વિભાગના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.ત્યારે આ સપ્તાહના અંત સુધી તાપમાન નીચું રહેશે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા જોવા મળી છે.આ સિવાય પશ્વિમ બંગાળ અને ઓડિશાના માછીમારોને મધદરિયે ન જવાની સલાહ આપવામાં આવી હતી.બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું હતું.જે 9મી મેના રોજ આગળ વધીને ભારતના કાંઠે ટકરાય તેવી શક્યતા જોવા મળી રહી છે.