લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં આપના ઉમેદવાર શૈલી ઓબેરોય બિનહરીફ ચૂંટાયા

દિલ્હીમા મેયરની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોય બિનહરીફ દિલ્હીના મેયર તરીકે ચૂંટાયા છે.આ સાથે તેઓ સતત બીજીવાર દિલ્હીના મેયર બનવામાં સફળ થયા છે.જેમાં ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર બંનેની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.ત્યારબાદ મેયર શૈલીએ આમ આદમી પાર્ટીના ડેપ્યુટી મેયરના ઉમેદવાર આલે મોહમ્મદ ઈકબાલની બિનહરીફ ચૂંટાયાની જાહેરાત કરી હતી.જ્યારે બીજીતરફ ભાજપના ડેપ્યુટી મેયરના ઉમેદવાર સોની પાંડેએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.આમ આદમી પાર્ટી પાસે 250 માંથી 133 કાઉન્સિલર છે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 108 કાઉન્સિલર છે.કોંગ્રેસના ગૃહમાં 9 કાઉન્સિલર છે.