દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટાઈન થયા છે.આમ દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે.આમ કેસ વધતા હોવાથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીમાં ફરી લોકડાઉનની જાહેરાત કરી હતી.જે લોકડાઉન આગામી 26મી એપ્રિલની સવાર સુધી અમલી રહેશે.આમ કોરોનાના કેસ વધી ગયા હોવાથી સારવારમાં ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે તેમજ હોસ્પિટલોમાં બેડની પણ તંગી સર્જાઈ રહી છે.આ ઉપરાંત દવા અને ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે.આમ રાજ્યમાં લોકડાઉનની જાહેરાત બાદ બસ અને રેલવે સ્ટેશનો પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જામી હતી.ત્યારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પ્રવાસીઓને દિલ્હી ન છોડવા વિનંતી કરી હતી.જેમાં તેમણે પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવા તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved