Error: Server configuration issue
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમા રાખી સરકાર એક્શનમાં આવી ગઈ છે.ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે ઈમરજન્સી બેઠક બોલાવી છે.જેમાં આરોગ્ય મંત્રી આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ નિષ્ણાત તબીબો સાથે બેઠક કરશે.જે બેઠકમાં આરોગ્ય વિભાગના સ્પેશિયલ સેક્રેટરી,ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસજ,ઓક્સિજન અને ટેસ્ટિંગના નોડલ ઓફિસર,એલએનજેપી સહિતની હોસ્પિટલોના મેડિકલ ડાયરેક્ટર હાજર રહેશે.આમ લાંબાસમય બાદ દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.વર્તમાનમાં દિલ્હીમા કોરોનાના 506 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.જમાંથી 452 હોમ આઈસોલેશન,54 લોકો હોસ્પિટલમાં દાખલ છે,21 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર જ્યારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved