લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં ભારે વરસાદથી 19 વર્ષનો રેકોર્ડ તૂટ્યો,જ્યારે કેદારનાથમાં વર્ષનો પ્રથમ હિમપાત

સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ચોમાસાની વિદાય થઈ જતી હતી. પરંતુ આ વખતે ઓગસ્ટના અંતિમ દિવસોથી રાજધાની દિલ્હી સહિત સમગ્ર જગ્યાએ ચોમાસું વધુપડતું મહેરબાન થઈ ગયું છે. ત્યારે સવારથી દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની માત્રાએ છેલ્લા 19 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજીબાજુ મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.આ સિવાય બદરીનાથ અને કેદારનાથમાં પણ આ વર્ષનો પહેલો હિમપાત થયો છે. આમ દિલ્હીમાં પડી રહેલા વરસાદથી લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે બીજીતરફ ઠેરઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.