દેશની રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે જેથી ગાડીઓના પૈડાને બ્રેક વાગી ગઈ છે. એરપોર્ટના રનવે પર દરિયાની જેમ પાણી લહેરાઈ રહ્યું છે. દિલ્હીના જખીરા અંડરપાસમાં 10 ફૂટ સુધી પાણી ભરાવાના કારણે પરિવહનને અસર પહોંચી છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે દિલ્હીમાં વીકએન્ડ પર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આમ ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને લઈ યેલો એલર્ટ આપ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ અને તેજ પવન વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીનું તાપમાન સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગે દિલ્હી,નોએડા,ગ્રેટર નોએડા સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. આ સિવાય ભારે વરસાદના કારણે દ્વારકા મેટ્રો સ્ટેશન બહાર દીવાલ ધસવાની ઘટના સામે આવી છે. આ સિવાય આઝાદ માર્કેટના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર રોકી દીધી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved