લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી-એનસીઆરમા ગાજવીજ સાથે વરસાદ થયો

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનમાં પલટાને કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી રહી છે.જ્યારે બીજીતરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો.જેમા ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને પણ અસર થઈ રહી છે અને અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી.આમ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી,રાજસ્થાન,હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે.આ સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.જેમાં વાવાઝોડાં અને ઘેરા વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે.જેમાં ઓછી વિઝિબિલિટી હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.