લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટ- દિલ્હી સરકારે બજેટ રજૂ કર્યું,મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક,હેલ્થકાર્ડ,ફ્રી વેક્સિન આપવામાં આવશે

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે બજેટ રજૂ કર્યું હતું.જેમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૬૯ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.જેમાં મહિલાઓ માટે આવતાં વર્ષથી મોહલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે.જ્યારે સરકારી હોસ્પિટલોમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે,જેના માટે ૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.૭૫ સપ્તાહ સુધી દેશભક્તિનું આયોજન આગામી ૧૨ માર્ચથી કરવામાં આવશે.જે ૧૫ ઓગસ્ટ,૨૦૨૨ સુધી દિલ્હીમાં દેશભક્તિનો માહોલ રહેશે.આમ આ સિવાય બજેટમાં શહીદ પરિવારો માટે ૨૬ કરોડ રૂપિાયની ફાળવણી કરાઇ.૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને સન્માનિત કરવા માટે દિલ્હીમાં કાર્યક્રમ થશે.૧૩૦૦ નવી ઇ-બસો લાવવામાં આવશે.પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ૧૧ હજાર બસ ફ્લીટનો લક્ષ્યાંક રહેશે.તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ૫૦૦ ઇ-ચાર્જિંગ સ્ટેશનનો ટાર્ગેટ,જેમાં લંડનની પેટર્ન આધારિત ચાર્જિંગની વ્યવસ્થા કરવાની તૈયારી કરાશે.કેજરીવાલ સરકાર જ્યાં ઝૂપડપટ્ટી ત્યાં મકાન યોજના પર ૫૩૨૮ કરોડ રૂપિયા ખર્ચ કરશે.આગામી વર્ષ ૨૦૪૮માં ઓલિમ્પિક રમતોની મેજબાની માટે દિલ્હી સરકાર અરજી કરશે.ટીચર્સ યુનિવર્સિટીની શરૂઆત થશે.દિલ્હીમાં લો યુનિવર્સિટીની શરૂઆત થશે શિક્ષણ માટે ૧૬,૩૭૭ કરોડનું બજેટ રહેશે.દિલ્હીની કોલોનીઓમાં યોગ શિક્ષણ માટે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી આ સિવાય દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ હશે,તેમજ ૧૦૦ સ્કૂલ ઓફ એક્સિલેન્સ બનાવવામાં આવશે.વર્ષ ૨૦૪૭ સુધી કેજરીવાલ સરકારનો દિલ્હીના દરેક વ્યક્તિની ઉંમર સિંગાપુરના વ્યક્તિની ઉંમર બરાબર કરવાનો લક્ષ્ય રખાયો છે.