લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સરકારે કોરોના સામે લડવા ભારતીય સેનાની મદદ માંગી

દિલ્હીમાં લોકડાઉન લગાવ્યા પછી પણ કોરોના પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે,લોકોના સતત મોત થઈ રહ્યા છે ત્યારે દિલ્હી સરકારે કોરોના પર લગામ લગાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી છે.જેમાં ત્રીજા તબક્કાના વેક્સીનેશન અભિયાન પહેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે દિલ્હી સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પત્ર લખીને સેનાની મદદ માંગી છે.જે રીતે ડીઆરડીઓએ એક હોસ્પિટલ તૈયાર કરી આપી છે તે રીતે દિલ્હીમાં સેના બીજી હોસ્પિટલો તૈયાર કરી આપે તેમજ ઓક્સિજન સિલિન્ડર સહિતની બીજી વ્યવસ્થા માટે સેનાને કામે લગાડવામાં આવે.આમ દિલ્હીમાં 76 સ્કૂલોમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યુ છે.આમ વર્તમાન સમયમાં દિલ્હીને 4.5 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે.