લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં 54 લાખ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

દિલ્હીમાં એક્સપાયર ડેટ પૂરી થઈ ગયેલા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેમાં ગત 27 માર્ચ સુધીમાં દિલ્હી સરકારના પરિવહન વિભાગે 54 લાખથી વધુ વાહનોની નોંધણી રદ કરી છે.ત્યારે જે વાહનોની નોંધણી રદ કરવામાં આવી છે તેમાં ઓટો રિક્ષા,કેબ અને ટુ વ્હીલરનો પણ સમાવેશ થાય છે,જેમાંથી કેટલાક દાયકાઓ પહેલા નોંધાયેલા હતા.આમ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજધાનીમાં 10 કે 15 વર્ષ જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.આમ વર્ષ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષ જૂના વાહનોને જાહેર સ્થળોએ પાર્ક કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જૂના પેટ્રોલ અને 15 વર્ષ જૂના ડીઝલ વાહનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહી.