દિલ્હીમાં કોરોનાની ગતિ ધીમી પડ્યા બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની થયેલી બેઠકમાં વર્તમાન પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે.ડીડીએમએએ વીકેન્ડ કર્ફ્યુ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.જે નાઈટ કર્ફ્યુ રાત્રે 10:00 થી સવારે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સિવાય બજારોમાંથી ઓડ-ઈવન હટાવી દેવામાં આવશે.જેના સિવાય 50%ની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ,બાર અને સિનેમાહોલ ખોલવામાં આવશે. લગ્નમાં 200 લોકો સામેલ થઈ શકશે,જ્યારે સ્કૂલ ખોલવાનો નિર્ણય ડીડીએમની આગામી બેઠકમાં લેવામાં આવશે.આમ સરકાર બધા પ્રતિબંધોને એક જ વખતમાં સમાપ્ત ન કરી શકે.ત્યારે પ્રતિબંધોમાં છૂટ તબક્કાવાર આપવામાં આવશે.જેમાં સ્કૂલોને ફરીથી ચાલુ કરવા સહીત અન્ય પ્રતિબંધોને લઈને આગળની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.આમ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ત્યારે દિલ્હી સરકાર સ્કૂલો ફરીથી ખોલવા પર ભાર મૂકી રહી છે કારણ કે મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા તેમના અભ્યાસને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે.દિલ્હીમાં 28 ડિસેમ્બરથી સ્કૂલો બંધ છે.11 જાન્યુઆરીએ દિલ્હીમાં ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.જેના એક દિન અગાઉ દિલ્હીમાં બધી બિનજરૂરી ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી જેમકે, રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર રોક લગાવવામાં આવી હતી.તે અગાઉ 28 ડિસેમ્બરે સ્કૂલ અને જિમને બંધ કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે કોરોનાના કેસો વધી રહ્યા હતા.આમ 21 જાન્યુઆરીએ ડીડીએમએએ ખાનગી કાર્યાલયોને 50% ઓન સાઈટ કર્મચારીની ક્ષમતા સાથે બીજીવાર ચાલુ કરવાની પરવાનગી આપી હતી.રાજધાનીમાં વીકેન્ડ અને નાઈટ કર્ફ્યુને ચાલુ રાખવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved