લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં ફરીએકવાર લોકડાઉન લંબાવવામાં આવ્યું,મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે યુદ્ધ બાકી છે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઘટ્યો છે.ત્યારે રાજ્યમાં ઘટી રહેલા સંક્રમણ દર વચ્ચે લોકડાઉન લંબાવવા કે ખતમ કરવા અંગેનો જે સંશય હતો તે બાબતે કેજરીવાલ સરકારે ફરી એકવખત રાજ્યમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવવા માટેનો આદેશ આપ્યો હતો.જેના કારણે દિલ્હીમાં આગામી 31મી મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે.આમ આ બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે જો આ રીતે કેસ ઘટતા રહેશે અને સ્થિતિ વધુ સુધરતી જણાશે તો આગામી 31મી મે બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આમ દિલ્હીમાં 18મી એપ્રિલથી લોકડાઉનની શરૂઆત થઈ હતી અને 24 મેના રોજ તેનો અંત આવવાનો હતો.પરંતુ તે પહેલા મુખ્યમંત્રીએ લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવવાની જાહેરાત કરી છે.