દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે મૂકવામાં આવેલા નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે મહત્વપૂર્ણ બેઠકમાં દિલ્હીમાં જિમ,શાળાઓ,કોલેજો અને કોચિંગ સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.ડીડીએમએની મળેલી બેઠકમાં દિલ્હીમાં શાળાઓ,કોલેજો, કોચિંગ સંસ્થાઓ અને જિમને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે નાઇટ કર્ફ્યુ વર્તમાનમાં ચાલુ રહેશે,પરંતુ તેની અવધિમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.જે રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી રહેશે.આ સિવાય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એસઓપી હેઠળ ખુલશે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જ્યારે ધો.9 થી 12ની શાળાઓ 7 ફેબ્રુઆરીથી તબક્કાવાર રીતે ખુલશે.જેમાં જે શિક્ષકોને રસી આપવામાં આવી નથી તેમને મંજૂરી આપવામાં આવશે નહી.આમ ઉપરાજ્યપાલ અનિલ બેજલની અધ્યક્ષતામાં ડીડીએમએની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.જેમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને નિષ્ણાતો હાજર રહ્યાં હતા.આ અગાઉ વેપારી સંગઠનોએ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણો દૂર કરવાની માંગ કરી હતી.જ્યારે વાલીઓના સંગઠને પણ શાળા ખોલવાની માંગ કરી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved