લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમા પંજાબ સામે દિલ્હીનો વિજય થયો

આઈ.પી.એલ 2023માં પંજાબ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 15 રને વિજય થયો છે.જેમાં દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 213 રન કર્યા હતા.ત્યારે તેના જવાબમાં પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 198 રન કર્યા હતા.ત્યારે પંજાબ તરફથી લિવિંગસ્ટન અને અથર્વ ટાઈટે સારી બેટીંગ કરી હતી.જ્યારે બીજીતરફ દિલ્હી તરફથી રિલી રોસોઉ,પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની બેટીંગ ટીમને ફળી હતી.

પંજાબ કિંગ્સ- પ્રભસિમરન સિંહ,શિખર ધવન (કેપ્ટન),લિયામ લિવિંગસ્ટોન,જિતેશ શર્મા,સેમ કરણ,સિકંદર રઝા,શાહરૂખ ખાન,હરપ્રીત બ્રાર,રાહુલ ચાહર,અર્શદીપ સિંહ અને કાગીસો રબાડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલિપ સોલ્ટ,મિશેલ માર્શ,રોવમેન પોવેલ,એનરિચ નોર્ટજે,અમન હકીમ ખાન,અક્ષર પટેલ,પ્રવીણ દુબે,કુલદીપ યાદવ,ઈશાંત શર્મા,ખલીલ અહેમદ અને મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.