લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ડેનમાર્કે કોરોનાને ગંભીર બિમારીની શ્રેણીમાંથી દૂર કર્યો

ભારત સહિત વિશ્વના દેશોમાં કોરોનાના કેસોમાં ચડઉતર થઈ રહી છે.ત્યારે નવા ઓમીક્રોન વેરીએન્ટમાં સંક્રમણ દર ખતરનાક માલુમ પડવા છતાં તેના લક્ષણો હળવા રહેતા વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે અને એક પછી એક દેશો કોવિડ નિયમનો તથા તેને લગતા પ્રતિબંધો હળવા કરવા લાગ્યા છે.ત્યારે ડેનમાર્કે તો કોરોનાને ગંભીર બિમારીની કેટેગરીમાંથી જ બહાર મુકી દીધો છે અને આવું કરનારો તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે.ડેનમાર્કે કોરોના સંક્રમણને ગંભીર બિમારીની શ્રેણીમાંથી બહાર મુકીને સરકારે આગામી 1લી ફેબ્રુઆરીથી તમામ પ્રતિબંધો તથા નિયંત્રણો દુર કરવાની જાહેરાત કરી છે આ સાથે કોરોનાને ગંભીર શ્રેણીમાંથી બહાર કરનાર ડેનમાર્ક સમગ્ર દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે.ડેનમાર્કના વડાપ્રધાન મેરે ફેડરીકશને કોરોના સામે રસીકરણ જ સૌથી મોટુ હથિયાર હોવાનું જાહેર કરતા જણાવ્યું હતું કે કોવિડને લગતા તમામ નિયમો-પ્રતિબંધો રદ કરવાનું નકકી કર્યુ છે.1લી ફેબ્રુઆરીએ તમામ નિયમો રદ થઈ જશે.રેસ્ટોરા,હોટલ તથા તમામ જાહેર સ્થળોએ જનજીવન સામાન્ય બની જશે.ડેનમાર્કમાં સરકારે બે સપ્તાહ પુર્વે જ નિયમોને હળવા બનાવી દીધા હતા.જ્યારે બીજીતરફ બ્રિટને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે.ઉપરાંત નાઈટ કલબ સહિતના સ્થળોએ કોરોના પાસની જરૂરિયાતને સમાપ્ત કરી દીધી છે.