Error: Server configuration issue
અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો છે.2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે રૂ.41 લાખ મળ્યા હતા.દેવ શાહે Psammophileનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો.આ પ્રસંગે દેવ શાહે જણાવ્યું હતું કે મારા પગ હજુપણ ધ્રૂજી રહ્યા છે.તે માની શકતો નથી કે આ ટાઇટલ તેના નામે થઈ ગયું છે.દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજી અને છેલ્લી તક હતી.આ સ્પેલિંગ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 11 મિલિયન લોકોએ ભાગ લીધો હતો.જેમાંથી 11 વિદ્યાર્થીઓ જ ફાઇનલમાં પ્રવેશી શક્યા હતા.આ સ્પર્ધાની પ્રારંભિક મેચ મંગળવારથી શરૂ થઈ હતી, જ્યારે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ બુધવારે શરૂ થઈ હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved