લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધ્રાંગધ્રાના ઘુડખર અભયારણ્યમાં આગામી 15 ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ રહેશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઈલેન્ડ બેટ સહિતના કચ્છનાં નાનાં રણ અને તેને લગતા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય,શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાનને જંગલી ગધેડાના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.આ અભયારણ્યમાં ઘુડખર,દિપડા,ચિંકારા,કાળિયાર, નીલગાય,ઝરખ,નાર,શિયાળ,લોકડી તેમજ સાંઢ જેવા વન્યપ્રાણીઓ વસે છે.ત્યારે આગામી 16 જૂનથી 15 ઓકટોબર 2021 સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યારે કોઈપણ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતા માલૂમ પડશે તો તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનું જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.