લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ધારપુર મેડીકલ કોલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામા આવી

વર્તમાન સમયમાં દેશમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેવા ઉદેશ્ય સાથે આ વર્ષે સમગ્ર દેશમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાયેલ યસ વી કેન એન્ડ ટીબી થીમ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ટીબીના 5 દર્દીઓને નિષ્ણાંત તબીબો તેમજ અધિકારીઓના હસ્તે ન્યુટ્રીશીયન કીટ આપવામાં આવી હતી.ટીબીને સમગ્ર વિશ્વમાં ગંભીર સમસ્યા માનવામાં આવે છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ટીબીને વૈશ્વિક સમસ્યા જાહેર કરી છે.આ વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ જાહેર કર્યો છે.આમ આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષશ પાટણ જિલ્લા ક્ષય અધિકારી ડો.ડી.એન.પરમાર,ડીન ડો.હાર્દિક શાહ,મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલ શર્મા,ડો.હિતેશ ગોસાઈ, ઈ.એમ.ઓ ડો.નરેશ ગર્ગ,ન્યુટ્રીશીયન કીટના દાતા અશ્વિનભાઈ દાફડા તમામ સ્ટાફ,ટીબી યુનિટ સ્ટાફ તેમજ નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.