લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મહેન્દ્રસિંઘ ધોનીએ આઈ.પી.એલમાથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો

આઈ.પી.એલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી.ત્યારે આ મેચમાં ચેન્નઈનો હૈદરાબાદ સામે 7 વિકેટ વિજય થયો હતો.તે સમયે ચેન્નઈના ફેન્સ દ્વારા મળેલા પ્રેમ અને સપોર્ટને જોઈ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભાવુક થઈ આઈ.પી.એલમાથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો.જ્યારે બીજીતરફ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા.ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના પ્રદર્શન બાદ ડેવોન કોનવેના અણનમ 77 રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું.જેમા પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 7 વિકેટના નુકશાને 134 રન બનાવી શકી હતી.ત્યારે તેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટના નુકશાનને 138 રન બનાવ્યા હતા.ત્યારે આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી છે.