કેન્દ્રના નાણાંપ્રધાને રજૂ કરેલા બજેટમા કટ તથા પોલીશ્ડ ડાયમંડ,જેમ સ્ટોન્સ પરની ઈમ્પોર્ટ ડયુટી 7.50 ટકાથી ઘટાડી 5 ટકા કરતા ડાયમંડ બજારમાં મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે.જેમાં પર્લ 7101ની કસ્ટમ ડયુટી 10 ટકાવાળી 5 ટકા કરવામાં આવી છે.જ્યારે રોડીયમ પરની ડયુટી 12.50વાળી 2.50 ટકા થઈ છે.ઈમીટેશન જ્વેલરી પરની ડયુટી 20 ટકા અથવા તો કિલોના રૂ.400 જે પણ ઉંચી હશે તે લાગુ કરવામાં આવનાર છે.આ દરમિયાન તાજેતરમા બે મહિનામાં દિવાળી પછીના ગાળામાં રફોના ભાવ 25 થી ૩૦ ટકા જેટલા વધી ગયા છે.કટ અને પોલીશ્ડ ડાયમંડની ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં ઘરઆંગણે વિદેશી માલોની હરીફાઈ વધવાની ભીતિ છે. જેમા ટકવા માટે ઘરઆંગણે ડાયમંડ ઉત્પાદનમાં ટેકનોલોજીને અપગ્રેડ કરવી જરૂરી છે ત્યારે આવી ટેકનોલોજી અપગ્રેડ કરવામાં નહિં આવે તો ભારત કરતા ચીન, ઈઝરાઈલ સહિતના દેશો આગળ નિકળી જવાની ભીતિજાણકારો બતાવી રહ્યા છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved