ડીસામા વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ હતી.જેમાં લોકોને રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને આ રોગ ન થાય તે માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજણ આપવામાં આવી હતી.ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ડીસા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.જેમા બ્લોક હેલ્થ ઓફિસથી વિવિધ બેનરો સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.ટીબી સંક્રમિત બીમારી છે જે સામાન્ય રીતે ફેફસાં પર હુમલો કરે છે.ત્યારબાદ ધીરધીરે મગજ અથવા કરોડરજ્જુ સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.ટીબીના મોટાભાગના કેસો એન્ટીબાયોટીક્સથી મટાડવામાં આવે છે પરંતુ તેમાં ઘણો સમય લાગે છે.સામાન્ય રીતે આ દવા 6 થી 9 મહિના સુધી ચાલે છે.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved