લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ભરઉનાળે ડીસા તાલુકાના ૧૨ ગામોમાં પીવાના પાણીના પોકારો

ડીસા તાલુકાના ૧૨ ગામોમાં પીવાનું પાણી ન મળતા ભારે મુશ્કેલી સર્જાઇ છે. દાંતીવાડાના પાંથાવાડા પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની સમસ્યા સર્જાઇ છે. ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે અને તેમાં પણ બોરવેલ કે પાઇપલાઇનમાં ખામી સર્જાય તો પછી લોકોની હાલત કફોડી બની જાય છે ડીસા તાલુકાના ૧૨ જેટલા ગામોમાં પણ આવી જ સ્થિતી સર્જાઈ છે.૧૫ ગામોને દાંતીવાડાના પાંથાવાડા પાસે આવેલ સિપુજૂથ યોજનામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ પાથાવાડા પાસે ખોદકામ દરમિયાન પાઈપલાઇનમાં ભંગાણ સર્જાઈ જતા ૧૨ જેટલા ગામોમાં પીવાનું પાણી બન્ધ થયું હતું જાેકે ભંગાણ સર્જાતા જ પાણી પુરવઠા વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રીપેરીંગ કામ શરૂ કર્યું હતું પરંતુ ત્યાં રીપેરીંગ કર્યા બાદ તરત જ લાખણાસર પાસે પણ ભંગાણ સર્જાયું હતું જેના કારણે ડીસા તાલુકાના ધનપુરા, આગડોલ, ઘાડા, રોબ્સ,જાવલ,વિઠોદર , કોચાસણા અને ભાચરવા સહિત ૧૨ ગામોમાં પીવાનું પાણી મેળવવા માટે લોકોને દૂર દૂર સુધી જવું પડી રહ્યું છે આ મામલે સ્થાનિક પાણી પુરવઠા અધિકારી રાજેશ ડાભી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે ૧૫ જેટલા ગામોમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની સમસ્યા સર્જાઇ છે જાેકે અમે એક જગ્યાએ રીપેરીંગ કરતા બીજી જગ્યાએ ભંગાણ સર્જાયું છે પણ અમે યુદ્ધના ધોરણે રીપેરીંગ કામકાજ શરૂ કર્યું છે અને લોકો માટે આજ સાંજ સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.