લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / દ્રશ્યમ ફિલ્મની કોરિયન ભાષામાં રીમેક બનશે

બોલીવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બૂની ફિલ્મ દ્રશ્યમે મોટી સફળતા મેળવી છે.ત્યારે આ ફિલ્મ ટૂંક સમયમા વિદેશમાં ધમાલ મચાવતી જોવા મળશે.તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 દરમિયાન ભારતીય પ્રોડક્શન હાઉસ પૈનોરમા સ્ટુડિયો અને દક્ષિણ કોરિયાના એન્થોલોજી સ્ટુડિયોએ ભાગીદારીની જાહેરાત કરી છે.આ જાહેરાત સમયે નિર્માતા કુમાર મંગત પાઠક અને જય ચોઈ ત્યાં હાજર રહ્યા હતા.જે બાદ દ્રશ્યમને કોરિયાઈ રીમેકમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમને ચીની રીમેકમા બનાવવામાં આવી હતી.ત્યારે તેનુ નામ શીપ વિધાઉટ એ એફર્ડ રાખવામાં આવ્યુ હતુ.અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમના પ્રથમ પાર્ટને નિશિકાન્ત કામતે ડાયરેક્ટ કર્યુ હતુ.ફિલ્મમાં તબ્બૂ પણ મહત્વની ભૂમિકામા રહી હતી.