લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / દ્વારકામાં ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવા વિચારણા કરાઇ

દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના શિખર પર અંબાજી અને સોમનાથની જેમ ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવાની વિચારણા રજૂ કરવામા આવી હતી.જેમાં દ્વારકાના જિલ્લાના નવનિયુક્ત ક્લેકટર તેમજ દેવસ્થાન સમિતિના વહીવટદાર દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા.ત્યારે તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ શુભેચ્છકોને મળ્યા હતા.જે મુલાકાત દરમિયાન તેમણે અંબાજી અને સોમનાથ મંદિરની જેમ દ્વારકામાં પણ ઈલેક્ટ્રીક ઉપકરણોના મદદથી ધ્વજારોહણનો વિચાર રજૂ કર્યો હતો.આમ વર્તમાનમા રાજ્યના અંબાજી તેમજ સોમનાથ મંદિર ખાતે ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવામાં આવી રહ્યુ છે.આ ઉપરાંત વિકાસના ભાગરૂપે રાજ્ય સકરાર દ્વારા નિર્માણાધીન કોરિડોરના વિકાસને ખાસ પ્રાધાન્યતા આપવાનું કલેક્ટરે જણાવ્યું હતું અને મંદિર પરિસર તેમજ શહેરની સ્વચ્છતા ઉપર પણ ભાર મુક્યો હતો અને આ અંગે પાલિકાને કેટલાક સૂચનો પણ આપ્યા હતા.